Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશના દરેક જિલ્લામાં સ્થપાશે વાહન સ્ક્રેપિંગ કેન્દ્રો

દેશના દરેક જિલ્લામાં સ્થપાશે વાહન સ્ક્રેપિંગ કેન્દ્રો

વાહનોના ભંગારના કેટલાક હિસ્સાનો ઉપયોગ રોડ નિર્માણ માટે કરવામાં આવશે : નીતિન ગડકરી

- Advertisement -

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર દરેક જિલ્લામાં 2-3 વાહન સ્ક્રેપિંગ કેન્દ્રો સ્થાપવાની યોજના ધરાવે છે. આ સાથે સરકાર વાહનોમાંથી મળેલા ભંગારના કેટલાક હિસ્સાનો ઉપયોગ રોડ બનાવવા માટે પણ કરશે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણામાં નવી નોંધાયેલ વાહન સ્ક્રેપિંગ સુવિધાની સ્થાપના દરમિયાન આ વાત કહી. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે ઓગસ્ટમાં નેશનલ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે આના દ્વારા નકામા અને પ્રદૂષિત વાહનોને ચલણમાંથી બહાર કાઢી શકાય છે. તે જ સમયે સરકારની યોજના છે કે આ પગલાથી નવી કારની માંગમાં વધારો થશે, જે ઓટો સેક્ટરને ગતિ આપશે.

- Advertisement -

ગડકરીએ કહ્યું કે ભારતીય બજારમાં સ્ક્રેપિંગને લઈને ઘણી તકો છે, તેમણે રસ્તાના નિર્માણમાં ભંગારનો ઉપયોગ કરવાની પણ વાત કરી છે. જો કે મંત્રીએ એ નથી જણાવ્યું કે દેશમાં આ કેન્દ્રો ક્યારે શરૂ થશે. સાથે જ તેમણે કહ્યું કે તેમણે પર્યાવરણ મંત્રાલય સાથે જૂના ટાયરથી રોડ બનાવવા અંગે વાત કરી છે કે આ કામ માટે જૂના ટાયર પણ આયાત કરી શકાય છે. એક અંદાજ મુજબ સરકારની સ્ક્રેપેજ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ લાવી શકાય છે. હાલમાં 22 હજાર કરોડ રૂપિયાનું સ્ક્રેપ સ્ટીલ ભારતમાં લાવવામાં આવે છે. પોલિસી અનુસાર ચોક્ક્સ સમય મર્યાદા પછી તમામ વાહનોનું પરીક્ષણ કરવામાં આવશે અને ફિટનેસ ધોરણો પૂર્ણ થયા પછી જ આ વાહનોની પુન: નોંધણી કરવામાં આવશે.

ત્યારપછી ભારતનું નામ પણ પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે અને કોઈ આપણી સામે આંખ મીંચીને પણ જોઈ શકતું નથી. જણાવી દઈએ કે પોકરણમાં આ પરમાણુ પરિક્ષણ પૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ પછી, બીજા વર્ષે આ દિવસે એટલે કે 11 મે, 1999 ના રોજ, ભારતમાં પ્રથમ નેશનલ ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારથી તે દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular