જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓવર સ્પીડ વાહન ચાલકો તથા લાયસન્સ, પીયુસી સહિતના ચેકિંગમાં દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ શહેરના ખંભાળિયા-જામનગર હાઇવે પર ટ્રાફિક પીએસઆઇ રામભાઇ કંડોરીયા અને તેની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ, પીયુસી તેમજ ઓવરસ્પીડ સહિતની બાબતો અંગે દંડ આપી ફટકારવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગઇકાલે રવિવારે મોડીરાત્રે જામનગર શહેર ડીવાયએસપી ખુદ મેદાને ઉતર્યા હતાં અને સમર્પણ સર્કલ પાસે આવતી ફોર વ્હીલ ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાળાકાચ તથા ઓવરસ્પીડ સહિતના કેસો કરવામાં આવ્યા હતાં.