Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ ગુજરાતી ફિલ્મ "છેલ્લા શો"ના બાળ કલાકારનું વસઇમાં સ્વાગત

ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ ગુજરાતી ફિલ્મ “છેલ્લા શો”ના બાળ કલાકારનું વસઇમાં સ્વાગત

- Advertisement -

ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ છેલ્લા શોનો બાળ કલાકાર ગઇકાલે તેના વતન વસઇ ખાતે આવતાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રભરમાં 5000થી વધુ બાળકોમાંથી જામનગરના વસઇના બાળ કલાકારની ફિલ્મના મુખ્ય પાત્ર માટે પસંદગી થઇ હતી.

- Advertisement -

ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઇ છે. આ ફિલ્મમાં જામનગરના વસઇમાં રહેતા 13 વર્ષના ભાવિન નાગેશે ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. એક મહિનો જેટલા સમય સુધી મુંબઇમાં રહ્યા બાદ ભાવિન ગઇકાલે રવિવારે પોતાના વતન વસઇ પહોંચ્યો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવી આ બાળ કલાકારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રભરના અંદાજે 5,000થી વધુ બાળકોમાંથી વસઇના ભાવિનની મુખ્ય પાત્ર માટે પસંદગી થઇ હતી. વસઇ ગામનું ગૌરવ એવા બાળ કલાકારને લઇ ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ફિલ્મના મુખ્ય કલાકારોની પસંદગીમાં નગરના નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનું મહત્વનું યોગદાન

- Advertisement -

તાજેતરમાં આંતરરાસ્ટ્રીયસ્તરે રજૂ થયેલ વિખ્યાત દિગ્દર્શક પાન નલિન દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારતીય સિનેમાની આ વર્ષ માટે ઓસ્કાર એવાર્ડ નોમિનેસનમાં સ્થાન પામનારના ફિલ્મના નિર્માણ પાન નલિન પ્રોડકસન હાઉસને છેલ્લો શો ફિલ્મ માટે ફિલ્મ વાર્તાને અનુરૂપ મુખ્ય બાળ કલાકારોની જરૂરિયાત હોય અને 3000થી વધુ ઓડિસન થઈ ચૂકયા હતાં. ત્યારે નગરના નાટ્ય દિગ્દર્શક એન્કર લલીત જોશીને આ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા હતાં. તેઓએ જામનગર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળ કલાકારો જે સાંસ્કૃતિક પ્રવૃતિ સાથે જોડાયેલા હતા. તેમનો સંપર્ક કરતાં નગરની રાવલસર ગામની ઉતર બુનિયાદી શાળામાં અભ્યાસ કરતો ભાવિન રબારી મુખ્ય ભૂમિકા માટે પસંદગી પામ્યો હતો અને તેની સાથે હાપાની સરકારી શાળામાં અભ્યાસ કરતો અને હાપાના બાવરીવાશમાં રહેતો રાહુલ રામુભાઈ કોળીનું સિલેક્સન થયું જે કલાકાર બ્લડ કેન્સરની બીમારીને લીધે આ ફિલ્મ તેના જીવનનો છેલ્લો શો બની ગઇ છે. સાથે ત્રીજા બાળ કલાકાર તરીકે પાર્વતીદેવી સ્કૂલના શોભન સીદી પણ પસંદીગી પામ્યો હતો અને સાથે નગરના જાણીતા કલાકાર રફીકભાઈ બાદશાહ પણ એક વિશેષ ભૂમિકામાં રહ્યા હતા. આખરી પસંદગી માટે અમરેલીના ધારી ગામે વિખ્યાત ફિલ્મ કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકરના માર્ગદર્શનમાં લલીત જોશી અને કલાકારો વર્કશોપમાં જોડ્યા હતા. આમ ઓસ્કાર નોમિનેસન ફિલ્મ છેલ્લો શોના મુખ્ય બાળ કલાકારોની પસંદગીમાં નગરમાં 20 વર્ષથી નાટ્ય પ્રવૃતિ સાથે જોડાયેલ નાટ્ય દિગ્દર્શક લલીત જોશીનો સિંહફાળો રહ્યોે હતો. જેની તાજેતરમાં અમદાવાદ ખાતે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રીમિયર શોમાં હાજર રહી ફિલ્મ ડિરેક્ટર પાન નલિન અને પ્રોડ્યુસર ધીર મોંમાયા દ્વારા લલીત જોશી સેવાની વિશેષ નોંધ સાથે અભિવાદન કર્યું હતું. આ તકે વિશેષ નોંધ લેવાની કે નગરના જ ફિલ્મ પ્રોડયુસર વિરલ જૈન વિક્રમ ગોજીય રોનક બાથાની નિર્મિત ફિલ્મ આઈએમએ ગુજ્જુમાં પણ એક્સિકયુટીવે પ્રોડયુસરની સેવા પણ લલીત જોશી એ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular