યાત્રાધામ દ્વારકા નજીક આવેલા રૂપેણ બંદર પર દ્વારકા પોલીસ વિવિધ કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનો દરીયા કિનારો સુરક્ષા દષ્ટિએ અતિસંવેદનશીલ માનવામાં આવે છે. તેથી દરીયાઈ સુરક્ષા કરતી એજન્સીઓ દ્વારા સર્તક રહેતી હોય છે. હાલની સ્થિતી અનુલક્ષીને દ્રારકાના એસપી નિતેશ પાંડેયની સુચનાથી ડીવાયએસપી સાગર રાઠોડ દ્રારા દ્વારકા પીઆઈ ભટ્ટ સહીચની ટીમ સાથે રાખીને કડક કામગીરી કરી હતી.
હાલ વાવાઝોડાની આગાહીમા પગલે દરીયો ખેડવા વર પ્રતિબંધ છે. આમ છંતા કોઈ માછમારી જીવના જોખમે દરીયા જતા હોવાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ મુદે લાલ આંખ કડક કાર્યવાહી કરી આવી બોટના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત હાલ માછીમારોને ઓફસીઝન હોવાથી બંદર વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા સ્થાનિકોને કનડગત કરતા હોવાની વ્યાપક રાવ ઉઠી હતી. જે મુદે દ્વારકા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને કાયદાનુ ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત બંદર વિસ્તારમાં ગેરકાયદેસર વીજ ચોરી કરતા હોવાનુ ધ્યાને આવતા પોલીસે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને 5 સ્થળો પર વીજ ચેકીંગની કામગીરી કરી હતી. ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણ મીટર ઉતારી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાયદોને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તો માટે પોલીસ દ્વારા દરીયા કિનારાના સંવેદનશીલ વિસ્તારોમા પેટ્રોલીંગ વધારીને વિવિધ કામગીરી કરવામાં આવે છે. હાલ સ્થિતિને ધ્યાને લઈને દરીયા કિનારાના ગામો, બંદરો, થતા દરીયાઈ પટ્ટી પર આવેલા લેન્ડિંગ પોઈન્ડનુ રાઉન્ડ ધ કલોક બાજ નજરરાખવામાઆવેછે


