Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવંદે માતરમ્ @150 ‘વંદે માતરમ્ એક શબ્દ, એક મંત્ર, એક ઊર્જા, એક...

વંદે માતરમ્ @150 ‘વંદે માતરમ્ એક શબ્દ, એક મંત્ર, એક ઊર્જા, એક સંકલ્પ’

પ્રધાનમંત્રી મોદીએ વર્ષભર ચાલનારા સ્મારક સમારોહનું ઉદઘાટન કર્યું : ટપાલ ટિકિટ અને સિકકા બહાર પાડયા

રાષ્ટ્રગીત “વંદે માતરમ”ને આજે, શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલનારા સ્મારક સમારોહનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડ્યાં. તેમણે એક વેબસાઇટ પણ લોન્ચ કરી. તેમણે વંદે માતરમના સામૂહિક ગાયનમાં પણ ભાગ લીધો. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું, રાષ્ટ્ર ગીત વંદે માતરમ આપણને આત્મવિશ્ર્વાસથી ભરી દે છે. એ ભારત માતાની પૂજા છે. પીએમએ કહ્યું- વંદે માતરમ ભારતની સ્વતંત્રતાની ઘોષણા હતી. એ આ યુગમાં પણ સુસંગત છે. તેની પહેલી પંક્તિ – ’સુજલામ, સુફલામ, મલયજ શીતલામ, શસ્યશ્યામલામ માતરમ’ પ્રકૃતિના દિવ્ય આશીર્વાદથી સુશોભિત આપણી માતૃભૂમિને નમન કરે છે. મોદીએ કહ્યું, “વંદે માતરમ એક શબ્દ, એક મંત્ર, એક ઊર્જા, એક સંકલ્પ છે. વંદે માતરમ આપણને ઇતિહાસમાં લઈ જાય છે. એ આપણને આપણા ભવિષ્ય માટે નવી હિંમત આપે છે કે એવો કોઈ સંકલ્પ નથી, જે પૂર્ણ ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી, જેને આપણે ભારતીયો પૂરું ન કરી શકીએ. પીએમએ ’વંદે માતરમ, નાદ એકમ, રૂપમ અનેકમ’ કાર્યક્રમ નિહાળ્યો, જ્યાં દેશભરના પ્રખ્યાત કલાકારોએ હિન્દુસ્તાની અને કર્ણાટક ગાયન શૈલીમાં વંદે માતરમ રજૂ કર્યું.પીએમએ ’વંદે માતરમ, નાદ એકમ, રૂપમ અનેકમ’ કાર્યક્રમ નિહાળ્યો, જ્યાં દેશભરના પ્રખ્યાત કલાકારોએ હિન્દુસ્તાની અને કર્ણાટક ગાયન શૈલીમાં વંદે માતરમ રજૂ કર્યું.

- Advertisement -

મોદીએ એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યાં. તેમણે એક પોર્ટલ પણ લોન્ચ કર્યું. પીએમ મોદીએ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વંદે માતરમના સામૂહિક ગાયનમાં પણ ભાગ લીધો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહ્યાં હતાં. વંદે માતરમની 150મી વર્ષગાંઠનો કાર્યક્રમ 7 નવેમ્બર, 2025થી 7 નવેમ્બર, 2026 દરમિયાન દેશભરમાં યોજાશે. ભારતનું રાષ્ટ્રગીત, વંદે માતરમ, 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય નવમીના શુભ પ્રસંગે બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું. એ સૌપ્રથમ તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે તેમના મેગેઝિન બંગદર્શનમાં પ્રકાશિત થયું હતું. પીએમ મોદીએ ગુરુવારે રાત્રે ‘X’ પર લખ્યું – “7 નવેમ્બર દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે વંદે માતરમ ગીતના ગૌરવશાળી 150 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આ પ્રેરણાદાયી હાકલથી દેશની પેઢીઓ દેશભક્તિની ભાવનાથી ભરાઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય મળશે. અહીં એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે. વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે! 7 નવેમ્બર, 1875ના રોજ બંકિમચંદ્ર ચેટર્જીએ સૌપ્રથમ વખત સાહિત્યિક મેગેઝિન બંગદર્શનમાં “વંદે માતરમ” પ્રકાશિત કર્યું. 1896માં રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સ્ટેજ પર “વંદે માતરમ” ગાયું. આ પહેલીવાર હતું જ્યારે આ ગીત રાષ્ટ્રીય સ્તરે જાહેરમાં ગવાયું. સભામાં હાજર હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

17 ઓગસ્ટ 1909ના રોજ જ્યારે મદનલાલ ધીંગરાને ઈંગ્લેન્ડમાં ફાંસી આપવામાં આવી ત્યારે તેમના છેલ્લા શબ્દો વંદે માતરમ હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત અંગે નિર્ણય લેવાનો હતો. 24 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે વંદે માતરમ ગીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. એને રાષ્ટ્રગીત જન ગણ મન સમાન માન અને દરજ્જો આપવામાં આવશે. આ સાથે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગીત જાહેર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular