વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગરનાં પટેલનગર વિસ્તારમાં રૂા. 99 લાખના ખર્ચે નિર્માણ પામેલ વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
સંસદસભ્યઓ, ધારાસભ્યઓ તથા મ્યુનિ. સભ્યઓની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલ આ કમ્યુનીટી હોલ 8000 ફુટ વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં મેરેજ હોલ, કીચન, સ્ટોર રૂમ, ડાઈનીંગ, પાંચ રૂમ, લેડીઝ તથા જેન્ટસ ટોયલેટ બ્લોક જેવી સુવિધાઓ છે. આ કોમ્યુનીટી હોલનો ઉપયોગ મેરેજ ફંકશન તથા અન્ય સામાજીક હેતુ માટે ક2વામાં આવશે.