પી.એચ. ફાઉન્ડેશન નવનિર્મિત અને વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતા શિવકુંવરબેન બચુભાઇ દોશી મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટરનું નિર્માણ કાર્ય વૈશાલીનગર શેરી નં. 5માં પૂરજોશમાં ચાલુ છે. લિફટ કાર્યરત થઇ ગઇ છે.
પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી વેઇટીંગ લોન્જનો ભારતી ભૂપતરાય વિરાણી અને એકસ-રે વિભાગનો વનિતાબેન વ્રજલાલ મહેતા અને પરિવાર (લંડન), મેડિસીન વિભાગનો રૂમ નં. 1 રંજનબેન ભરતકુમાર ખુશાલચંદ શેઠ, નં. 2 ચંપકલાલ છગનલાલ વિરાણી, લીફટનો શ્રીમતિ લલીતાબેન હરસુખલાલ કામદાર (મલેશીયા) તેમજ વૈયાવચ્ચ યોજના શ્રેણીમાં પ્લેટીનમ શ્રેણી માતા સમરતબેન પ્રભુલાલ મહેતા પરિવાર, ડાયમંડ શ્રેણી માતા મંગળાબેન કુબેરભાઇ મહેતા, સિલ્વર શ્રેણી અમિત અને સંધ્યા મહેતા, સતીશભાઇ જેઠાએ લાભ લીધો છે.
જ્યારે પ્રવેશદ્વાર, પેથોલોજી વિભાગ, સોનોગ્રાફી, હોમિયોપેથી, ઓર્થોપેડિક, યુરોલોજી વિભાગના આદેશ બાકી છે. તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં ઉપાશ્રય, પહેલા માળે આયંબિલ ભવનનું કાર્ય પૂર્ણ થવામાં છે. પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સ. આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ 11 જૂલાઇના યોજાયેલ છે. સંકુલને આખરી ઓપ આપવા ડો. સંજય શાહ, રાજેશ વિરાણી, તારક વોરા, જયશ્રીબેન શાહ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. વધુ જાણકારી માટે મો. 99792 32357નો સંપર્ક કરવા રજનીભાઇ બાવીસીની યાદીમાં જણાવાયું છે.