પ.પૂ. રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મ.સા. પાસે મુંબઇના ઘાટકોપરમાં પરમધામ-પડધા ખાતે નવ મુમુક્ષોએ દિક્ષા ગ્રહણ કરશે. આ તકે ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઇ કોઠારી, સી.એમ. શેઠ, હરેશભાઇ વોરા અને સૌરાષ્ટ્રના સંઘોના પ્રતિનિધિ સાથે જામનગરથી અજયભાઇ શેઠ, જીતુભાઇ ઘડીયાળી, વિમલ મહેતા, શૈલેષ શેઠ, પ્રમોદભાઇ મેતા, અશ્ર્વિનભાઇ મેતા, ભરતભાઇ ઉદાણી, લાલપુરના કેતનભાઇ મેતા અને વિનુભાઇ મોદી ઉપસ્થિત રહ્યાં હતાં.
મરામધામ ખાતે 9 દિક્ષાર્થીઓનો ઐતિહાસિક સંયમ મહોત્સવનો વરઘોડો યોજાયો હતો. પ.પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. મુમુક્ષઓને ‘કરોમી ભંતે’ પાઠ ભણાવ્યો હતો. જેમાં મુમુક્ષ ભવ્યભાઇ દોશી, મુમુક્ષ નિશાબેન દોશી, મુમુક્ષુ પ્રિયંકાબેન પારેખ, મુમુક્ષુ હેતલબેન દોશી, મુમુક્ષુ પાયલબેન પનપારિયા, મુમુક્ષ નિધીબેન શાહ, મુમુક્ષુ રિયાબેન દડીયા, મુમુક્ષ જિનલબેન શેઠ અને મુમુક્ષ દેવાંશીબેન ભાયાણી તેમની વડી દિક્ષા શનિવાર તા. 26ના રોજ પરમધામ ખાતે યોજાશે. આ તકે ગોંડલ, રાજકોટ, મુંબઇ, અમેરીકા, દુબઇ વિવિધ ક્ષેત્રોના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


