Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગાયોને લમ્પી રોગચાળા સામે રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ

જામનગરમાં ગાયોને લમ્પી રોગચાળા સામે રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ

જામનગર પાંજરાપોળની ગાયોને અપાયો રસીનો ડોઝ

- Advertisement -

જામનગર શહેરના ગાય સહિતના પશુઓમાં દેખાયેલા લમ્પી વાયરસ સામે રાજય સરકારે તાકિદે સતર્કતા દાખવવાની સાથે પશુઓના રસીકરણનો ઘનિષ્ઠ કાર્યક્રમમાં જામનગર શહેરમાં હાથ ધરવામાં આવ્યો છે.

- Advertisement -

આ રસીકરણના ભાગરૂપે જામનગર પાંજરાપોળની પણ એક હજારથી વધુ ગાયોને રસી આપવાની કામગીરી પશુ ચિકિત્સક ડો. દિલીપભાઇ ધમસાણીયા અને તેની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. પાંજરાપોળના પ્રમુખ નીરૂભાઇ બારદાનવાલા અને ખજાનચી મનસુખભાઇ પટેલની રાહબરી હેઠળ લીમડા લાઇન સ્થિત પાંજરાપોળમાં 600 જેટલી ગાયોને રસી આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પશુ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ પાંજરાપોળના માનદમંત્રી વિજયભાઇ પાલા, ટ્રસ્ટી જીતુભાઇ લાલ, પ્રજ્ઞેશનભાઇ પટેલ, સદસ્ય ગિરીશભાઇ ગણાત્રા વગેરેએ કર્યું હતું. જામનગર પાંજરાપોળના લાલપુર તાલુકાના ખડબા કેન્દ્ર ખાતે રહેલી 450 જેટલી ગાયોને પણ લમ્પી રોગચાળા સામે રક્ષણ આપવા રસી મુકવાની કામગીરી હવે પછી હાથ ધરવામાં આવશે.

જામનગર પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઇ લાલે શહેરના તમામ પશુઓ- ગાયોને સરકાર દ્વારા વિનામુલ્યે ચાલતા આ રસીકરણ કાર્યક્રમનો લાભ લેવા અને લમ્પી વાયરસ સામે સુરક્ષા કવચરૂપ રસી મુકાવવા માટે દરેક પશુમાલિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular