સરકાર દ્વારા તા.1 માર્ચથી સામાન્ય નાગરિકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સરકારની ગાઇડલાઇન અનુસાર આવતીકાલથી 60 વર્ષથી વધુના તમામ તથા 45 થી 59 વર્ષના નિયત કરેલ કોર્મોબિડીટી ધરાવતા નાગરિકોને રસીકરણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત જામનગરમાં પણ કુલ 11 સ્થળોએ કોરોના રસીકરણનો પ્રારંભ થશે.
આવતીકાલ તા.1 માર્ચથી સરકારની ગાઇડલાઇન અનુસાર 60 વર્ષથી વધુના તમામ તથા 45 થી 59 વર્ષના નિયત કરેલ કોર્મોબિડીટી ધરાવતા નાગરિકોનું રસીકરણ શરૂ થશે. જેમાં જામનગરમાં નીચે મુજબના સ્થળોએ રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ રસી તમામ સરકારી આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક રહેશે તથા ખાનગી હોસ્પિટલોમાં મહતમ રૂા.100 વહીવટી ચાર્જ તથા રૂા.150 વેકિસનેશન ચાર્જ લેવામાં આવશે.