Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતઓન સ્પોટ રજીસ્ટ્રેશન સાથે રૂ.1000માં વેક્સિનેશન, AMC દ્રારા ખાનગી હોસ્પિટલને મંજુરી

ઓન સ્પોટ રજીસ્ટ્રેશન સાથે રૂ.1000માં વેક્સિનેશન, AMC દ્રારા ખાનગી હોસ્પિટલને મંજુરી

- Advertisement -

કોરોના સામે લડવા દેશમાં વેક્સીનેશન પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં વેક્સિનના ડોઝની અછત હોવાનું સરકારે પણ કબુલ્યું છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્રારા જણાવવામાં આવ્યું હતું કે હવેથી 18થી44 વર્ષના લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહી. સ્થળ પર જઈને રજીસ્ટ્રેશન થઇ શકશે. પરંતુ આ અંગેના નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યા હોવાથી ગુજરાતમાં યુવાઓએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ત્યારે AMCએ આજથી ખાનગી હોસ્પિટલ સાથે PPP ધોરણે GMDC ગ્રાઉન્ડ ખાતે 18વર્ષથી વધુ વયના લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -

એપોલો હોસ્પિટલ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવનાર 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને સ્પોટ રજિસ્ટ્રેશન કરીને તરત જ વેક્સિન આપવામાં આવશે. જોકે એ પેટે એપોલોને રૂ. 1000 ચૂકવવાના રહેશે. આ યોજનામાં મ્યુનિ.એ માત્ર જગ્યા અને સુવિધા આપવાની રહેશે, જ્યારે મ્યુનિ.ને કોઇ રકમ નહીં મળે. શરૂઆતમાં જ્યાં તમામ ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઇ હતી. એ સમયે ખાનગી હોસ્પિટલમાં વેક્સિનના એક ડોઝનો ભાવ રૂ. 250 નક્કી કરવામાં આવ્યો હતો. એ બાદ આ રકમ વધીને એપોલોમાં 850 પર પહોંચ્યી. જોકે એમાં પણ હવે વધારો થઇને આ રકમ રૂ. 1000 પર પહોંચી છે.

ગુજરાતમાં ઓન સ્પોટ રજીસ્ટ્રેશનને મંજુરી નથી મળી ત્યારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્રારા ખાનગી હોસ્પિટલોને મંજુરી આપી દેવામાં આવી છે. જે અંગે પણ વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે બે દિવસ પહેલાં જ એવી સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે રાજ્યમાં એડવાન્સ રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular