દિવાળીનો તહેવાર આવી ગયો છે ત્યારે દરેક ઘર દિવડાથી જગમગી ઉઠયા છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને પણ વ્હાઈટ હાઉસ ખાતે દિપ જલાવીને દિપાવલી ઉજવી હતી. વ્હાઈટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીની પરંપરાને આગળ વધારીને રાષ્ટ્રપતિ બાઈડને કહું હતું કે, વ્હાઈટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ તરીકે મને દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી તે મારા માટે સન્માનની વાત છે.
યુએસ પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસ ખાતે દિવાળી પર્વને ઉજવવા માટે કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં કોંગે્રસના સાંસદ થાનેદાર, યુએસ અર્જુન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ., મુર્તિ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ફસ્ટ ડેપ્યુટી મેનેજીંગ ડીરેકટર ગીતા ગોપીનાથ સહિત ભારતીય મુળના નાગરિકો સહિત 600 થી વધુ લોકોએ હાજરી આપી હતી.
વ્હાઈટ હાઉસ ખાતે દિવાળી ઉજવવાની પરંપરાને આગળ વધારતા રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, મારા માટે આ સન્માનની વાત છે કે વ્હાઈટ હાઉસ ખાતે મે દિવાળીના ેવારને ઉજવવા માટે કાર્યક્રમ કરવાની તક મળી. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફસ્ટલેડી જીલ બિડેન વ્હાઈટ હાઉસ ખાતે હાજર રહી શકયા ન હતાં.
વ્હાઈટ હાઉસ ખાતે દિપ પ્રગટાવતા બાઇડને કહ્યું હતું કે, દક્ષિણ એશિયન અમેરિકન સમુદાયે અમેરિક જીવનના દરેક ભાગને સમૃધ્ધ બનાવ્યો છે. આ વાત સાચી છે તે દેશમાં સૌથી ઝડપથી વિકસતા સૌથી વધુ સક્રિશય સમુદાયમાંનો એક છે.