યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ ગુરુવારે દેશભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લીધે સિવિલ સર્વિસિસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ કરી છે. આ પરીક્ષા જૂનમાં યોજાવાની હતી. જોકે, કમિશને ઘોષણા કરી છે કે યુપીએસસી સીએસઈની પૂર્વ પરીક્ષા હવે 10 ઓક્ટોબરના રોજ યોજાશે.
કમિશને એક નિવેદનમાં કહ્યું છે કે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 જૂન 2021 ના રોજ યોજાવાની હતી જે હવે 10 ઓક્ટોબર 2021 ના રોજ લેવામાં આવશે.
ગયા વર્ષે પણ કોરોનાને પગલે પ્રિલિમ્સ ટાળવી પડી હતી. ગઇ વખતે પણ પરીક્ષાઓને ૪ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી ટાળવામાં આવી હતી. ઉપરાંત આ વખતે બોર્ડની અને સ્કૂલોની પરિક્ષાઓ સ્થગિત કરાઇ છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વર્ષે પરીક્ષાઓની જાહેરાત કરી હતી, પરંતુ માર્ચના અંત સુધી સંક્રમણના કેસ વધતાં ૧૦માંની પરીક્ષાઓને રદ કરાઇ અને ૧૨માંની પરીક્ષાઓને સ્થગિત કરાઇ છે.