Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરહાલારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી માવઠુ - VIDEO

હાલારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી માવઠુ – VIDEO

જામનગર, જામજોધપુર, ખંભાળિયામાં તેજપવન સાથે વરસાદ : વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવા અપીલ : સામાન્ય છાંટા પડતા જ પાવર કટ્ટ....!!

- Advertisement -

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.14 ને મંગળવારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ સોમવારની રાત્રિના જ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને ચમકારા તથા તેજ પવન સાથે કમોસમી માવઠુ વરસ્યું હતું.

- Advertisement -

ભરઉનાળે વાતાવરણમાં પલ્ટાની આગાહી સાથે જામનગર સહિત રાજ્યમાં કમોસમી માવઠું પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. છેલ્લાં ઘણાં સમયથી હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદ વરસતો હોય છે. દરમિયાન તા.14 ના મંગળવારે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને શાકભાજી તથા બાગાયતી પાકો ઉતારી લેવા તથા ખેત પેદાશો અને ઘાંસચારો સલામત સ્થળોએ રાખવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણ કરી તકેદારીના ભાગ રૂપે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

દરમિયાન સોમવારે રાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વીજળીના ચમકારા અને કડાકા ભડાકા તથા તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જોકે, થોડા સમયમાં જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ શાંત થઈ ગયું હતું. આ સમય દરમિયાન જામનગર શહેરમાં કમોસમી વરસાાદી ઝાપટાથી શહેરના માર્ગો ભીના થઈ ગયા હતાં અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી માવઠાએ માઝા મૂકી હતી. જામજોધપુર તાલુકાના શેઠવડાળા, સમાણા, નરમાણા, દલ દેવળિયા, બાવરીદડ, સડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે પવન અને વીજળીના ચમકારા સાથે કમોસમી માવઠું વરસ્યું હતું.

ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણ પલટાયું હતું. જેમાં તેજ ફૂંકાતા પવન વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી હતી. આટલું જ નહીં, આકાશમાં વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા. જોકે માવઠું ન વરસતાં ખાસ કરીને ધરતીપુત્રોએ રાહત અનુભવી હતી. બદલાયેલા માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા છેલ્લા દિવસોમાં અનુભવાય રહેલી કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. ગત મોડી રાત્રે બદલાયેલા માહોલ વચ્ચે અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોએ હાલાકીનો અનુભવ કર્યો હતો.

- Advertisement -

ઉપરાંત હવામન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદની સંભાવનાની સાથે સાથે દરિયો પણ ગાંડોતૂર બની શકે છે અને ઉંચા મોજા ઉછળી શકે છે. જેની તકેદારીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ માછીમારોને તંત્ર દ્વારા ખાસ તકેદારી અને સલામત સ્થળોખે ખસી જવા સૂચના આપી હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠાને કારણે સામાન્ય વીજળીના ચમકારા અને કડાકાભડાકા થવાથી પીજીવીસીએલની બેદરકારી વધુ એક વખત બહાર આવતા શહેરમાં અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જે વહેલીસવાર સુધી ખોરવાયેલો જ રહ્યો હતો આમ તો સામાન્ય અકસ્માતમાં પીજીવીસીએલની ટીમ તાત્કાલિક યુધ્ધના કામગીરી કરીને સસ્તી પબ્લીસિટી મેળવતું હોય છે પરંતુ, ચોમાસાની સીઝનમાં જ્યારે ખરેખર કામગીરી યુધ્ધના ધોરણે કરવી જોઇએ ત્યારે માત્ર એક કે બે છાંટા પડે કેે ઝાપટું પડે ત્યારે તરત જ પાવર કટ થઈ જાય છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular