જામનગર સહિત હાલારમાં છેલ્લા થોડા દિવસોથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. ગરમી અને અસહ્ય બફારા વચ્ચે રવિવારે બપોર બાદ જામજોધપુરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બપોર બાદ જામજોધપુરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી.
શરદ પૂનમના મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયાઓ નિરાશ થયા હતાં. તો બીજીતરફ વરસાદના પગલે પાકને નુકસાનની ભીતી પણ થઇ છે. જામજોધપુરમાં સાંજ સુધીમાં અડધો ઇંચ પાણી વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.