Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં માવઠું થતા લગ્ન પ્રસંગના રંગમાં ભંગ

દ્વારકા જિલ્લામાં માવઠું થતા લગ્ન પ્રસંગના રંગમાં ભંગ

ઠેર-ઠેર માંડવાઓ ધ્વસ્ત : પ્રસંગની રોનક ઝાંખી પડી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ બદલાયેલા વાતાવરણ વચ્ચે સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ઠેર ઠેર ભારે ખાના ખરાબી ફરિયાદ દ્રશ્યો સર્જાયા હતા.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સુતારીયા તથા મોટી ખોખરી ગામે પણ આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પવનનું જોર હોવાના કારણે આજરોજ અનેક પરિવારોમાં લેવામાં આવેલા લગ્ન તેમજ આને અનુલક્ષીને વિવિધ પ્રસંગોના રંગમાં ભંગ પડ્યો હતો. ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા માંડવા ધ્વસ્ત થયા હતા.

આટલું જ નહીં, લગ્ન સ્થળોએ વરસાદી પાણી પરિવર્તન મારે હાલાકીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, વણનોતર્યા મહેમાન એવા મેઘરાજાના આ કમોસમી માવઠાના કારણે ધરતીપુત્રો સાથે લગ્ન પ્રસંગ ધરાવતા પરિવારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular