પશ્ર્ચિમ રેલ્વે દ્વારા 25 ઓકટોબરથી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટે્રનોમાં અનરિઝર્વડ જનરલ ટીકીટ શરૂ કરવા નિર્ણય કરાયો છે.
મુસાફરોની માંગણી તથા તેમની સુવિધાને ધ્યાને લઇ પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નં.09520/09519 ઓખા-ભાવનગર-ઓખા સ્પેશ્યલ, ટ્રેન નં.02960/02959 જામનગર-વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ સ્પે. તથા ટ્રેન નં.09419/09420 અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટીમાં રિઝર્વવેશન ટિકિટની સાથે અનરિઝર્વડ ટિકિટ શરૂ કરવાને પણ મંજૂરી આપી છે.