કોરોનાકાળ દરમ્યાન અવસાન પામેલ પોલીસ જવાનોને સુરત જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા અનોખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.કોરોના મહામારીમાં લડવા માટે દેશમાં 100 કરોડ લોકોનું વેક્સિનેશન થઇ ચૂકયું છે. ત્યારે 100 કરોડ વેક્સિન ડોઝના ઐતિહાસિક રેકોર્ડને બિરદાવવાના કાર્યક્રમમાં સુરત જોઇન્ટ પોલીસ કમિશનર પ્રવિણ મલએ કોરોનાકાળમાં પોતાના જીવનની ચિંતા કર્યા વિના લોકોની સારવાર કરનાર ડોકટર, નર્સ તેમજ કોરોનાકાળમાં ફરજ બજાવનાર પોલીસ જવાન એવાં કોરોના વોરિર્યસને અનોખુ સન્માન આપ્યું હતું.