Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરને પ્લાસ્ટિક કચરા મુકત બનાવવા અનોખી પહેલ

જામનગરને પ્લાસ્ટિક કચરા મુકત બનાવવા અનોખી પહેલ

પ્લાસ્ટિક વેસ્ટ સામે લોકોને આપવામાં આવશે વળતર

- Advertisement -

જામનગર શહેરને પ્લાસ્ટિકના કચરાથી મુકત કરવા માટે જામનગર મહાપાલિકા અને જામનગર પ્લાસ્ટિક એસો. દ્વારા એક અનોખી પેનલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રોજિંદુ પ્લાસ્ટિક વેસ્ટ આપનારને વળતર આપવામાં આવશે.

- Advertisement -

જામનગર શહેર સહિત શહેરોમાં પ્લાસ્ટિક કચરાનું પ્રદુષણ વધી રહ્યું છે ત્યારે પ્લાસ્ટિક પ્રદુષણ ઘટાડવા માટે જામ્યુકોના સહયોગથી પ્લાસ્ટિક એસો. દ્વારા શહેરમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવારે સુભાષ માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવા માટે એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં પ્લાસ્ટિક કચરો લાવનારને તેની સામે વળતર આપવામાં આવશે. જે મુજબ 500 ગ્રામ પ્લાસ્ટિક કચરો લાવનારને સ્ટીલના વાસણનું સ્ક્રબર, 1 કિલો પ્લાસ્ટિક સામે કપડાં ધોવાનું બ્રશ, 2 કિલો સામે સુપડી, 3 કિલો સામે સુપડી અને ચિપટા, 4 કિલો સામે સુપડી, ચિપડા અને બ્રશ તથા 5 કિલો સામે સાવરણી આપવામાં આવશે.

- Advertisement -

પૂર્વ મેયર હસમુખ જેઠવાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક એસો.ના પ્રમુખ ભાવેશભાઇ મહેતા, ઉપપ્રમુખ જયેશભાઇ સરૈયા, સહમંત્રી પરેશભાઇ દફતરી, દિલીપભાઇ પટેલ, ઉમેદભાઇ રાઠોડ વગેરે દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હવે, આગામી રવિવાર તા.14 માર્ચના રોજ હવાઇચોકમાં તથા 21 માર્ચના રોજ ગ્રીનસિટીમાં આ પ્રકારના પ્લાસ્ટિક કલેકશન સ્ટોર ઉભા કરવામાં આવશે. જામ્યુકો દ્વારા શહેરીજનોને ઘરનો પ્લાસ્ટિકનો કચરો જયાં-ત્યાં ન ફેંકી ઘરમાં એકત્ર કરવા અને રવિવારે યોજાતા સ્ટોલ પર તેને આપીને વળતર મેળવવા અપિલ કરવામાં આવી છેે. આ રીતે જામનગરને સ્વચ્છ સુંદર અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવા સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular