Monday, December 23, 2024
Homeરાજ્યશીત ઋતુમાં કાળીયા ઠાકોરને કરાતા અનોખા સાજ શણગાર

શીત ઋતુમાં કાળીયા ઠાકોરને કરાતા અનોખા સાજ શણગાર

ચાંદીની સગડીમાં તાપણું કરી, શ્રીજીને ટાઢથી બચાવવાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે

- Advertisement -

હાલ ઠંડીની મૌસમ એટલે કે શીત ઋતુ ચાલી રહી છે. ત્યારે તેની માનવજીવન પર ખૂબ અસર થતી હોય છે. જેથી લોકો ઠંડીથી બચવા અનેક ઉપાયો કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારીકાધીશને પણ ઠંડી લાગે છે તે ભાવથી પૂજારી પરિવાર દ્વારા વિશેષ સેવા અને ઉપાયો કરવામાં આવે છે.

- Advertisement -

હાલ શીત ઋતુમાં લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા છે. ત્યારે ભગવાન દ્વારીકાધીશના પૂજારીઓ શ્રીજીને શીત રાત્રિમાં ગરમ વસ્ત્રો પરિધાન કરાવે છે. સવારે મંગળા આરતી બાદ ભગવાનની સનમુખ ચાંદીની સગડીમાં તાપણું કરી, ભગવાનને ઠંડીના લાગે તેવો ભાવ કરવામાં આવે છે.

શિયાળાના સમયમાં અભિષેક સ્નાન બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં સૂંઠ, ધી, ગોળ, તજ, લવિંગ, જાવીત્રી, કસ્તુરી, કેશર, કાળી મુસરી, ધોળી મુસરી, બદામ, પીસ્તા, કાજુ ઠાકોરજીને ધરવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેશરયુક્ત દુધ ધરી, ઠંડી ઓછી પડે તેવો ભાવ કરવામાં આવે છે.

- Advertisement -

ભગવાનને ધરાતા રાજભોગમાં અડદીયા તેમજ રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો વિગેરે ધરવામાં આવે છે. આવી જ રીતે સંધ્યા સમય બાદ શ્રીજીને ઉનના ગરમ કપડા, શાલની રજાઈ વિગેરે પહેરાવી, સગડીનું તાપણું કરીને ભગવાનને પોઢાડવામાં આવે છે. આગામી વસંત પંચમીના જ્યારે ગીષ્મરૂતુની શરૂઆત સુધી આ જ રીતે પુજારી પરિવાર દ્વારા ભગવાનની સેવા કરવામાં આવે છે.

દ્વારકા આવતા પ્રવાસીઓ પણ ભગવાનને ગરમ વસ્ત્રોમાં પરિધાન જોઈ, પ્રભાવિત થાય છે અને ભગવાનના આ સ્વરૂપના દર્શન દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો સોશિયલ મીડિયા મારફતે કરી અને ધન્યતા અનુભવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular