Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભા

ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેરસભા

"કામ બોલે છે” ના બેનરો તો ભાજપના જ હોય, કોંગ્રેસે શું કર્યું?: અમિત શાહના વેદક વાક્ બાણ : "આપ” અને કોંગ્રેસને આડે હાથ લેતા કેન્દ્રીય ગૃહ મંત્રી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીનો માહોલ હવે દિવસેને દિવસે વધુ તે જ બની રહ્યો છે. ખંભાળિયામાં આવતા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓથી હવે ચૂંટણી માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે ખંભાળિયામાં ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શબ્દોરૂપી ચાબખા મારી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીને આડેહાથ લીધા હતા. આ જાહેર સભામાં ઉપસ્થિત જનમેદનીની તૈયારીઓ તેમજ પ્રતિભાવોથી સર્વત્ર કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની અત્યંત ઉત્તેજનાસભર 81- ખંભાળિયા બેઠકના ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન તેમજ પીઢ ઉમેદવાર મુળુભાઈ બેરાના સમર્થન માટે કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું ગઈકાલે બપોરે અત્રે આગમન થયું હતું. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શ્રી શિરેશ્ર્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં યોજાયેલી આ જાહેરસભામાં હાલારના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, સુરેશભાઈ રાણા, ખંભાળિયાના ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા, દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયા, જિલ્લા બેંક તથા યાર્ડના ચેરમેન પી.એસ. જાડેજા, સતવારા અગ્રણી હરિભાઈ નકુમ, ગઢવી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગિક ઉદબોધન કર્યા હતા.

આ જાહેર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા તેમજ ખંભાળિયાના વિવિધ પ્રાચીન મંદિરો તથા મહાપ્રભુજીની બેઠકજીને પ્રણામ કરી અને પ્રવચનના પ્રારંભે યુવાનોને જીગરના ટુકડા સમાન ગણાવી વાતાવરણ હળવું ફૂલ કરી દીધું હતું.

- Advertisement -

હાલાર સહિત રાજ્યનો દરિયાકાંઠો કોંગ્રેસના સમયમાં સ્મગલિંગ તથા હથિયારોનું લેન્ડિંગ પોઇન્ટ બની રહેતા. પરંતુ ભાજપે આવી ગુનાખોરીને નેસ્ત-નાબૂદ કરીને શાંતિ સ્થાપી છે.

કોંગ્રેસના શાસનમાં કાયમી રહેતો પાણીનો દુષ્કાળ હવે ભૂતકાળ બની ગયો છે અને લોકોને પાણી ઉપરાંત વીજળીની બાબતે કાયમી સુખ ભાજપની સરકારે અપાવ્યું છે.

- Advertisement -

આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આવતા મેઘા પાટકરે અગાઉ નર્મદા યોજનામાં રોળા નાખીને સતત 20 વર્ષ સુધી કામ સ્થગિત કરાવ્યું હતું. આવી વ્યક્તિને સાથે લઈ અને આમ આદમી પાર્ટી પ્રચાર કરે છે. પ્રથમ તો “આપ” દ્વારા સમગ્ર ગુજરાતની માફી માંગવી જોઈએ તેમ અમિત શાહએ જણાવ્યું હતું.

આ જાહેરસભામાં સાંસદ પુનમબેન માડમ દ્વારા ચોટદાર વક્તવ્યમાં ભાજપની પ્રજાલક્ષી નીતિરીતી લોકો સમક્ષ રજૂ કરી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયાએ “કોંગ્રેસ હવે વૃદ્ધ થઈ ગઈ છે” તેમ જણાવી લાક્ષણિક શૈલીમાં વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સાથે જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ, પી.એસ. જાડેજા ઉપરાંત અગ્રણી રામભાઈ ગઢવીએ પણ તેમના વક્તવ્યમાં પ્રજાલક્ષી વિકાસકાર્યોને વધુ વેગ મળે તે માટે મુળુભાઈ બેરા સાથે દ્વારકાના ઉમેદવાર પબુભા માણેકને મત આપી વિજેતા બનાવવાનું આહવાન કર્યું હતું.

આ જંગી જાહેર સભામાં જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણજારીયા, યુવરાજસિંહ વાઢેર, વી.ડી. મોરી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, રામદેભાઈ કરમુર, અનિલભાઈ તન્ના, સી.આર. જાડેજા, જીતુભાઈ જોશી, ગોવિંદભાઈ કનારા, સાજણભાઈ રાવલિયા, વિરપાલભાઈ ગઢવી, દિનેશભાઈ દતાણી, મેઘજીભાઈ પીપરોતર, મસરીભાઈ નંદાણીયા, હિતેશભાઈ પિંડારિયા, કુંદનબેન આરંભડીયા, સૈયદબાપુ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular