Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતકેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી

- Advertisement -

આજે વિક્રમ સંવંત ૨૦૭૭ ના અષાઢ સુદ બીજને સોમવાર તા.12 જુલાઈના રોજ અષાઢી બીજનું પાવન પર્વ ઊજવાઇ રહ્યું છે. અમદાવાદમાં પ્રથમ વખત ભક્તોની ભીડ વગર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. આજે રોજ અમદાવાદના જગન્નનાથ મંદિર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભગવાનની મંગળા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ સાથે ગૃહમંત્રી પ્રદીપ શાહ પણ આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા છે.કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાત્રણ દિવસના પ્રવાસે છે. તેઓએ દર વર્ષની જેમ આજે રોજ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે. જેમા ગાંધીનગર જિલ્લાના નારદીપુર ખાતે તળાવનું લોકાર્પણ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન અને FSL યુનિવર્સીટીનાં નાર્કોટિક્સ લેબનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ 13મીએ સવારે દિલ્લી જવા રવાના થશે.

પ્રથમ વખત કોરોના પ્રોટોકોલ સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથ ભક્તોની બહોળ વગરજ નગરચર્યાએ નીકળશે. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથેચુસ્ત બંધોબસ્ત વચ્ચે રથયાત્રાની ઉજવણી થઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular