Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રીય કેબિનેટમંત્રી નીતિન ગડકરી જામનગર ગ્રામ્ય વિધાનસભામાં પ્રચાર અભિયાનમાં જોડાશે

કેન્દ્રીય કેબિનેટમંત્રી નીતિન ગડકરી જામનગર ગ્રામ્ય વિધાનસભામાં પ્રચાર અભિયાનમાં જોડાશે

આજે ભાજપાના સ્ટાર પ્રચારકો તથા રાષ્ટ્રીય નેતાઓ 82 બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કરશે : પ.બંગાળના વિપક્ષી નેતા સુભેન્દુ અધિકારી દ્વારકાની મુલાકાત લેશે

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા. 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જામનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે યોજાનાર મતદાનને લઇ ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થઇ ચૂકયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી એકસાથે 82 મત ક્ષેત્રોમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. ભાજપા દ્વારા સ્ટાર પ્રચારકો, રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો દ્વારા વિવિધ વિધાનસભા બેઠકો ઉપર જનસભા સંબોધવા તેમજ પબ્લિક મિટિંગ સહિતના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે અને આજથી ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરુ કરવામાં આવનાર હોય. સ્ટાર પ્રચારકો તેમજ રાષ્ટ્રીય નેતાઓનો સૌરાષ્ટ્ર સહિતના મત વિસ્તારોમાં મુકામ જોવા મળશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન વડકરી તેમજ પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ જામનગર જિલ્લાની વિવિધ બેઠકો પર પ્રચાર-પ્રસાર કરશે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણની 89 બેઠકો પર મતદાનને લઇ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ચૂકયા છે. પ્રથમ ચરણની 89 બેઠકો પૈકી 82 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકો વિવિધ વિધાનસભા મતક્ષેત્રોમાં ફરી પ્રચાર-પ્રસાર અને વિશાળ જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી પણ જામનગર જિલ્લામાં પધારી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં ભાજપના સ્ટાર પ્રચારકો તેમજ રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે. પ્રથમ વખત ભાજપા દ્વારા પ્રથમ ચરણની 89 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગની નવી રણનીતિ સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ થઇ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો એવા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, નરેન્દ્રસિંહ તોમર, હાલારના સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો જામનગર સહિત સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો ઉપર જનસભાઓ, પબ્લિક મિટિંગ યોજી પ્રચાર કરશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. જ્યારે પૂર્વ રાજ્ય કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક તથા જામજોધપુર વિધાનસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. લેહ-લદ્ાખના ભાજપના સાંસદ જામ્યંગ ટેસરિંગ નામગ્યાલ જામનગર ઉત્તર તથા દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં જનસભા સંબોધશે. આ ઉપરાંત હાલારના સાંસદ પૂનમબેન માડમ આજે ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા તથા ગારિયાધાર વિધાનસભા બેઠકના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. પશ્ર્ચિમ બંગાળના વિરોધપક્ષ નેતા સુભેન્દુ અધિકારી આજે દ્વારકા મંદિરે દર્શન કરી બેટદ્વારકાની મુલાકાત લેશે. તેમજ દ્વારકા તથા ખંભાળિયા વિધાનસભા બેઠકના પ્રચાર અભિયાનમાં જોડાશે.

- Advertisement -

લેહ-લદ્દાખના યુવા સાંસદ જામનગરમાં સભા સંબોધશે
જામનગર શહેર-જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર રિવાબા જાડેજા તથા જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર દિવ્યેશ અકબરીના સમર્થનમાં આજરોજ સાંજે 5 વાગ્યે ઓશવાળ સેન્ટર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલમ-370 નાબુદી દરમિયાન પોતાના વક્તવ્યથી પ્રસિધ્ધ થયેલા અને ભાજપના લેહ-લદ્ાખના યુવા સાંસદ જામ્યંગ ટેસરિંગ નામગ્યાલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગ, ઉત્તર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દિનેશભાઇ શર્મા, રાજસ્થાનના સાંસદ ભગીરથ ચૌધરી, મધ્યપ્રદેશના મંત્રી ઓમપ્રકાશ સાખલેચા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર દક્ષિણના ધારાસભ્ય ફળદુ, જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજા, જામનગર દક્ષિણના ઉમેદવાર દિવ્યેશભાઇ અકબરી, શહેર મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, જામનગર ઉત્તર વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઇ ઉદાણી, જામનગર દક્ષિણના ચૂંટણી ઇન્ચાર્જ મનિષભાઇ કટારીયા વગેરે ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular