Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકેન્દ્રિય બજેટમાં રપ વર્ષની વિકાસની રૂપરેખા તૈયાર કરાઇ : રાજયમંત્રી મેરજા

કેન્દ્રિય બજેટમાં રપ વર્ષની વિકાસની રૂપરેખા તૈયાર કરાઇ : રાજયમંત્રી મેરજા

કેન્દ્ર સરકારના બજેટ અંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજયમંત્રીએ પ્રેસ સંબોધનમાં વિસ્તૃત માહિતી આપી: શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પ્રદેશ સીએ સેલના નરેશભાઇ કેલ્લા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા

- Advertisement -

તાજેતરમાં કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં કેન્દ્રિય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022-23ના ડિજિટલ બજેટમાં નાણાંમંત્રી દ્વારા આગામી રપ વર્ષની વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ અંગે ગઇકાલે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા તથા પ્રદેશ સીએ સેલના નરેશભાઇ કેલ્લા દ્વારા કેન્દ્રિય બજેટના મહત્વપૂર્ણ મુદાઓ અંગે પ્રેસ સંબોધનમાં વિસ્તૃત માહિતી રજૂ કરાઇ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મિડીયા વિભાગના ક્ધવીનર ભાગર્વ ઠાકર સહિત મીડિયા વિભાગ કોર કમિટીના દિપાબેન સોની, અશોકભાઇ જાની, સંજયભાઇ જાની વગેરે ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, બજેટમાં દેશને આધુનિકતા તરફ લઇ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સવાંગી રોકાણથી વિકાસ અને નિકાસની રૂપરેખા આપતું બેજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળના વપિરીત સમયમાં પણ ભારત દેશની અર્થવ્યસ્થાના વિકાસની છલાંગ, ભારત દેશ વર્ષ 2022-23 ના બજેટનું કદ વધીને 39.45 લાખ કરોડનું થયું છે. નાણાકીય ખાદ્ય 6.9% હતી જે ઘટી ને 6.4% થઇ અને ભવિષ્યમાં તેને 4% સુધી લાવવા સરકારની કટિબદ્ધતાને બજેટમાં આવરી લેવામાં આવી છે. ભારતનો વિકાસ દર 9.27% રહેવાનું અનુમાન સાથે વૈસ્વિક સ્તરનું ઇન્ફ્રા. ઉભી કરી “વોકલ ફોર લોકલ” અને “લોકલ ફોર ગ્લોબલ” ના વિચાર ઉપર ભાર મુકવામાં આવ્યો. અટલ બિહારી બાજપેયનું દીર્ઘદ્રષ્ટિ વાળું નદીઓને જોડવાનું સપનું પૂર્ણ કરવામાં આવ્યું, જેથી નદીનું મીઠું પાણી દરિયામાં જતું અટકે, અને પાણીનો વેડફાટ અટકાવી શકાય, પૂરનું જોખમ ટાળી શકાય. તેમજ વોર્ટ ટ્રાન્સપોર્ટને વેગ મળશે. દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે સંરક્ષણ ક્ષેત્રે 5.25 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 68% ભાગની ખરીદી સ્થાનિક અર્થાત દેશના ઉદ્યોગો પાસે થી ખરદીવાના વિચારને મુકવામાં આવ્યો છે.

- Advertisement -

દેશના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ માટે 25% આર એન્ડ ડી બજેટની જોગવાઈ આવરી લેવામાં આવી છે, આથી એમ.એસ.એમ.ઈ સેક્ટર અંતે સ્ટાર્ટઅપને બહોળો ફાયદો થશે દેશમાં રોજગારી ની તકો માં વધારો થશે જેથી દેશની સુરક્ષા માટે આત્મનિર્ભરતા, મેક ઈન ઇન્ડિયા અને વોકલ ફોર લોકલ ના ઉદેશ ને સાર્થક કરી શકાશે. પી.એમ. ગતિ શક્તિ યોજના અંતર્ગત 16 મંત્રાલયનું ડિજિટલાઇઝેશન કરી સમય અને નાણાંના વ્યય વગર પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાશે. સરકાર રસ્તા, રેલવે, એરપોટ, બંદરગાહ, સામુહિક ટ્રાન્સપોટ, જળ પરિવહન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી, અર્થતંત્રના વિકાસદરમાં ઝડપી વધારો કરી રોજગારીનું સર્જન કરવાની મહત્વની જોગવાઈને આવરી લેવામાં આવેલ છે. આગામી ત્રણ વર્ષમાં 400 જેટલી નવી ટ્રેઈનો “વંદે ભારત” શરૂ કરવામાં આવશે, તેમજ 100 કાર્ગો ટર્મિનલ્સ પણ બનાવવામાં આવશે. આથી આયાત નિકાસ ને પ્રોત્સાહન મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ બજેટમાં 25,000 કિલોમીટર સુધી નેશનલ હાઇવેના નેટવર્ક ને વધારવામાં આવશે. હર ઘર, નલ સે જલ યોજના અંતર્ગત 3.8 કરોડ ઘરોને જળ મળી રહે તેવી જોગવાઈ આવરી લેવામાં આવી છે, જેથી ઘર આંગણે શુદ્ધ સ્વચ્છ પાણી ઉપલબ્ધ બનશે. આરોગ્ય ક્ષેત્રમાં એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરી યુનિક હેલ્થ આઈ.ડો દ્વારા ડિજિટલ રજીસ્ટેશન થકી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવાની જોગવાઈ આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 80 લાખ એફોર્ટેબલ હાઉસ બનાવવામાં આવશે જેને કારણે ગરીબોને ઘર મળશે તથા રોજગારીનું સર્જન થશે. આઈ એસ ટી ઈ ધોરણે ડિજિટલ યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવશે, જેથી એફોર્ટેબલ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે.

નાગરિકોને સુવિધા હેતુ ઈ-પાસપોર્ટ એનાયત કરવામાં આવશે. દેશની તમામ પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગ સુવિધા પ્રદાન કરવામાં આવશે આથી શહેર – શહેર ગામ ગામ બેન્કિંગ સમકક્ષ સુવિધા પ્રાપ્ત થશે. વન ક્લાસ, વન ટીવી ચેનલ અંતર્ગત પી.એમ.ઈ વિધાની ચેનલો 12 થી વધારી 200 કરવામાં આવશે આથી ભારતનો કોઈ પણ વ્યક્તિ અભિયાસ થી વંચિત નહિ રહે. ખેડૂતોને એમ.એસ.પી સીધી તેના ખાતા માં જમા કરવાંની જોગવાઈ કરવામાં આવેલ છે. ખેતીના આધુનિકરણ માટે પી.પી.પી યોજના નો અમલ કરવામાં આવશે. એક સ્ટેશન એક ઉત્પાદન અંતર્ગત નાણાં ખેડૂતો માટે ટ્રાન્સપોટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભી કરવામાં આવશે જેથી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવી શકાશે સહકારી મંડળીઓ નો અલ્ટરનેટિવ ટેક્સ 18% ઘટાડી 15% કરવામાં આવેલ છે. ગાંધીનગર ગિફ્ટ સીટીમાં અરબીસ્ટ્રેશન સેન્ટર શરુ કરવામાં આવશે જેથી વિદેશી કોમ્પનીઓ પોતાના એકમો સ્થાપી શકશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવસીંટી ગિફ્ટ સીટીમાં ફિંટેક – ટેક્નિકલ અને મેનેજેમેન્ટ કોર્સ શરૂ કરવામાં આવશે. પોલિસડ હીરા તથા જેમ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડો 5% કરવામાં આવી છે.

- Advertisement -

આવકવેરા રિટર્ન ભૂલ સુધારણા માટે 2 વર્ષનો સમયગાળો આપવામાં આવેલ છે. આર.બી.આઈ ડિજિટલ કરન્સી લોન્ચ કરશે તથા ક્રિપ્ટો કરન્સી આવક પર 30% ટેક્સ વસુલવાની જોગવાઈ કરવામાં આવેલ છે. આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત દેશને વિશ્ર્વફલક પર આર્થિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાના વિકાસલક્ષી, આત્મનિર્ભર અને આર્થિક મહાસત્તા બનવાના પાયારૂપ તેમજ મેક ઈન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદેશને વાણી લેતું આ બજેટ દેશને નવી ઉંચાઈઓ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular