દ્વારકા – ખંભાળિયા રેલમાર્ગ પર દ્વારકાથી આશરે 30 કિલોમીટર દૂર ભાટિયા અને ઓખામઢી ગામ વચ્ચેના કુરંગા ગામ નજીક ગઈકાલે રવિવારે સાંજે પસાર થઈ રહેલી એક માલ વાહક ટ્રેન હેઠળ કોઈ અકળ કારણોસર અચાનક 40 થી 50 વર્ષનો અજાણ્યો યુવાન આવી જતા તેને ટ્રેનની ઠોકર લાગી હતી. જેના કારણે તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે દ્વારકા રેલવેના સ્ટેશન માસ્તર અલી અકબર હુસેન મહમદ (ઉ.વ. 38) દ્વારા દ્વારકા પોલીસને જાણ કરવામાં આવી છે.