Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નાટય, ફિલ્મ કલાકાર, દિગ્દર્શક જય વિઠ્ઠલાણીની અણધારી વિદાય

જામનગરના નાટય, ફિલ્મ કલાકાર, દિગ્દર્શક જય વિઠ્ઠલાણીની અણધારી વિદાય

- Advertisement -

જામનગરને ગૌરવ અપાવનાર અનેક પુરસ્કારોથી સન્માનિત આલા દરજજાના રંગભૂમિના કલાકાર નાટય, ફિલ્મ અભિનેતા, દિગ્દર્શક જય વિઠ્ઠલાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમની આ અણધારી વિદાયથી સમગ્ર નાટય જગતમાં શોકનો માહોલ છવાયો છે. યુવા વયે અભિનયના ઓજસ પાથરીને આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે.

- Advertisement -

રંગભુમિ અને ઉદ્યોગ જગતનો સીતારો જાણીતા ફિલ્મ, નાટય કલાકાર, દિગ્દશર્ક નાટય ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે નગરને ગૌરવ અપાવનારા ગુજરાતી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી આગવી પ્રતિષ્ઠા મેળવનારા અનેક પુરસ્કારોથી સન્માનિત જય વિઠ્ઠલાણીનું અકાળે અવસાન થયું છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. 42 વર્ષની યુવા વયે લાંબી બીમારી સામે જજુમ્યા બાદ ગઈકાલે સાંજે લીધા અંતિમ શ્ર્વાસ.

1981 માં જન્મનાર જય વિઠ્ઠલાણી થીયેટર પીપલ સાથે સંકળાયેલા હતાં. વિવિધ નાટકોમાં ઉમદા અભિનય કરનારા અનેક ગુજરાતી, હિન્દી ફિલ્મોમાં અભિનય કરનારા જય વિઠ્ઠલાણી છેલ્લે સંજય ગોરડિયા અભિનીત ગુજરાતી ફિલ્મ ‘કમઠાણ’ માં દેખાયા હતાં. તેઓએ તેમના પરિવાર અને વિશાળ મિત્ર વર્તુળને વિલાપ કરતા છોડી તેઓએ અનંતના માર્ગે પ્રયાણ કર્યુ છે. ત્યારે જામનગર સહિત સમગ્ર રાજ્યના કલા જગતમાં શોકની લહેર ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular