દેશમાં બેરોજગારી દર ફરી એકવાર ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમી ના આંકડા અનુસાર ઓગષ્ટ મહિનામાં બેરોજગારી દર 8.28 ટકા નોંધાયો હતો, જે ગત 12 મહિનામાં ઉચ્ચ સ્તરે છે. ઓગષ્ટ 2021માં બેરોજગારી દર 8.35 ટકા હતો. સીએમઆઈઈના આંકડા અનુસાર ઓગષ્ટ 2022માં શ્રમબળમાં 40 લાખ લોકોનો વધારો થયો છે. શહેર અને ગામની સ્થિતિ: શહેરોમાં બેરોજગારી દર 9.6 ટકા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 7.7 ટકા છે. ગત એક વર્ષ દરમિયાન શહેરોમાં બેરોજગારી દર વધુ રહ્યો છે. ફેબ્રુઆરી અને જૂન મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે.
બીજી બાજુ માનવ સંસાધન કંપની ટીમલીઝ સર્વિસના ‘રોજગાર પરિદ્દશ્ય રિપોર્ટ’માં જણાવાયું હતું કે 95 ટકા નોકરીદાતાઓએ જુલાઈથી સપ્ટેમ્બરની ત્રિમાસિકમાં વધુ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. વ્યાપક નજરે જોઈએ તો ભારતની 61 ટકા કોર્પોરેટર કંપનીઓ આ સમયગાળામાં ભરતી માટે ઈચ્છુક છે જે છેલ્લી ત્રિમાસિકની તુલનામાં 7 ટકા વધુ છે.