Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરઆંખે ધૂંધળુ દેખાવાના કારણે બેકાર રહેલા યુવાનની આત્મહત્યા

આંખે ધૂંધળુ દેખાવાના કારણે બેકાર રહેલા યુવાનની આત્મહત્યા

એકલવાયા જીવનમાં આર્થિક સંકળામણથી ત્રસ્ત યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં શાળા નં.40 પાસે રહેતાં યુવાનને છેલ્લાં 6 માસથી આંખે ધુંધળુ દેખાતું હોય જેથી કોઇ કામ-ધંધો કરી શકતો ન હતો અને એકલવાયા જીવનમાં આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરના ધરારનગર 2 વિસ્તારમાં આવેલી શાળા નં.40 પાસે રહેતાં શંકરભાઇ કાતરાયન પટેલ (ઉ.વ.36) નામના યુવાનને છેલ્લાં છ માસથી આંખમાં ધુંધળુ દેખાતું હોવાથી કોઇ કામ-ધંધો કરી શકતો ન હતો અને એકલવાયુ જીવન જીવતો હતો. આવી બેકાર રહેવાની સ્થિતિના કારણે આર્થિક સંકળામણ અનુભવતા યુવાને જિંદગીથી કંટાળી ગુરૂવારે રાત્રિના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રમીઝભાઈ જીવરાણી દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular