ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના’ વર્ષ-૨૦૧૯ થી અમલમાં મૂકવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરીવારને વાર્ષિક રુ.૬૦૦૦/- સહાય ૩(ત્રણ) સરખા હપ્તામાં ચૂકવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.
ભારત સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં જે ખેડૂતો જોડાયેલા છે અને સહાય મેળવી રહ્યા છે એવા તમામ લાભાર્થીઓનું “e-KYC” ફરજીયાત કરાવવાનું થાય છે. આ યોજના હેઠળ હવે પછી ૧૩મો હપ્તો ડીસેમ્બર માસમાં ચૂકવાનો હોય સરકાર તરફથી ચુકવણી માટે “e-KYC” ની વિગતો ધ્યાને લેવામાં આવનાર છે. માટે જે લાભાર્થીના “e-KYC” થયેલ નહીં હોય તેના ખાતામાં રકમ જમા થઈ શકશે નહીં. જેથી સરકારની આ સૂચનાઓ ધ્યાને લઈ જે ખેડૂત લાભાર્થીઓનુ “e-KYC” બાકી હોય તેમણે તાત્કાલીક ‘e-KYC’ પૂર્ણ કરવુ આવશ્યક છે. હાલમાં જામનગર જિલ્લામાં કુલ ૫૫૮૪૬ લાભાર્થીઓનું “e-KYC” કરવાનું બાકી જણાયેલ છે. જેથી જે લાભાર્થીઓનું “e-KYC” હજુ પણ બાકી હોઇ તેવા ખેડુત લાભાર્થીઓએ નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) અને ગ્રામ પંચાયત ખાતે કાર્યરત e-Gram (ઈ-ગ્રામ) કેન્દ્રમાં જઇ “e-KYC” કરાવી શકશે.
આ સરળ રીતે વડે લાભાર્થી ખેડૂત મોબાઇલ પર OTP બેઝ્ડ “e-KYC” પણ કરી શકે છે.
પી.એમ.કિસાન પોર્ટલ પર “e-KYC” કરવા માટે મોબાઈલમાં https://pmkisan.gov.in/aadharekyc.aspx પર FARMERS CORNER માં આપેલ ઓપ્શન “e-KYC”પર ક્લિક કરી લાભાર્થીએ પોતાનો Aadhar number અને Mobile number દાખલ કરી Get Mobile OTP પર ક્લિક કરવાનું થાય છે. ત્યારબાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લિક કરવું. જેથી આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હશે તે નંબર પર “Aadhar OTP” આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી “Submit for Auth” બટન પર ક્લિક કરતા “e-KYC is Succssfully Submitted” ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.
ઉપરોક્ત જણાવ્યા મુજબ તમામ પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં “e-KYC” કરવું જરૂરી છે. અન્યથા યોજનાનો ૧૩મો હપ્તો લાભાર્થીને મળવાપાત્ર નથી તેવું જિલ્લા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવેલ છે.