જામનગર અજીતસિંહ ક્રિકેટ બંગલા ખાતે બીસીસીઆઇ પ્રાયોજિત તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં રવિવારે જામનગર ખાતે જામનગર ડિસ્ટ્રીકટ અને કચ્છ રુરલ (ગાંધીધામ)ની ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાયો હતો.
જેમાં કોર્પોરેટર સુભાષભાઇ જોશીના હસ્તે ટોસ ઉછાણી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે અમ્પાયર તેમજ જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના મહેન્દ્રસિંહ ચૌહાણ, વિજયભાઇ બાબરીયા, ભરતભાઇ મથર વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બે દિવસ ચાલનારા આ 70 ઓવરના મેચમાં ખેલાડીઓ પોતાનું કૌવત દેખાડી રહ્યાં છે. મેચમાં એમ્પાયર તરીકે જય શુકલા તથા શૈલેષભાઇ વાઘેલા સેવા આપી રહ્યા છે.