મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ભોપાલમાં દારૂની દુકાનમાં પ્રવેશી દુકાનમાં પથ્થર મારી દારૂની બોટલો ફોડી નાખી. તેઓએ કહ્યું કે અહીં મોટા પ્રમાણમાં શ્રમિકો રહે છે અને આ વિસ્તારમાં દુકાન હોવાથી તેમની સંપૂર્ણ કમાણી આ દુકાનોમાં જતી રહે છે. દારૂ પીનારાઓ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે. ઉપરાંત અહીં નજીકમાં મંદિર અને શાળા પણ છે. અહીંના રહેવાસી અને મહિલાઓ અનેક વખત વિરોધ કરી ચુક્યા છે, ધરણાપર પણ બેઠા છે. છતાં દુકાન બંધ ન કરવામાં આવતા તેઓએ શરાબની બોટલો ફોડી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેનો વિડીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#madhyapradesh #umabharti #wineshop #video
મધ્યપ્રદેશના ભોપાલમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દારૂની દુકાનમાં પથ્થર મારી દારૂની બોટલો ફોડી વિરોધ કર્યો
આ વિસ્તારમાં નજીકમાં મંદિર અને શાળા પણ છે અને દારૂ પીનારાઓ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે માટે દુકાનો બંધ કરવાની માંગ કરી pic.twitter.com/rVKwRfHTRc
— Khabar Gujarat (@khabargujarat) March 14, 2022
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ભોપાલ જિલ્લા પ્રશાસનને એક સપ્તાહની અંદર દુકાનો હટાવવાની ચેતવણી આપતાં ટ્વિટ કર્યું હતું કે હું જિલ્લા પ્રશાસનને દારૂની દુકાન હટાવવા માટે એક સપ્તાહનો સમય આપું છું.
રાજ્યના પ્રવક્તા હિતેશ બાજપાઈએ કહ્યું કે આ તેમનું અંગત અભિયાન છે જે તે રાજ્યમાં દારૂબંધી માટે ચલાવી રહી છે. તેમના આ પગલાને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે પાર્ટી દારૂ સામે આવી કોઈ ઝુંબેશ ચલાવી રહી નથી. આપને જણાવી દઈએ કે ઘટનાના ત્રણ દિવસ પહેલા 10 માર્ચે ભારતીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી અને દારુ પર પ્રતિબંધની માંગ કરી હતી. હાલમાં રાજ્યમાં 2,544 દેશી દારૂ અને 1,061 વિદેશી દારૂની દુકાનો છે.