Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતયુગાન્ડા હાઇકમિશન ડેલિગેશન ગુજરાતની મુલાકાતે

યુગાન્ડા હાઇકમિશન ડેલિગેશન ગુજરાતની મુલાકાતે

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં : રાજકોટના વિવિધ એકમોની મુલાકાત લીધી

- Advertisement -

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM)ના નેજા હેઠળ ગુજરાત સરકાર ઈન્ડેક્સ બીના સહયોગથી યુગાન્ડા હાઈ કમિશનના બે ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. વ્યાપાર વૃદ્ધિ માટે અનેક સંભાવનાઓ યુગાન્ડાના એમ્બેસેડર મિસ્ટર કૈઝાલા મોહમ્મદના નેતૃત્વમાં 3 લોકોનું ડેલિગેશન રાજકોટ આવ્યા અને હાઈ કમિશ્નર ગ્રેસ અકેલોના નેતૃત્વમાં 3 વ્યક્તિનું ડેલિગેશન અમદાવાદ ગાંધીનગર ખાતે આવેલ છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM)ના છેલ્લા સાત વર્ષથી થઇ રહેલ સતત પ્રયત્નો ના લાભો રાજ્ય ને મળી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે યુગાન્ડા ના ભારત સ્થિત હાઈ કમિશનર ગ્રેસ અકેલોએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM)ના પ્રમુખ પરાગ તેજૂરા વિશેષ ઉપસ્થિત રહેલ બંને મહાનુભાવોને એક બીજા થી પરિચિત કરારાવ્યા હતાં. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમએસએમઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમએસએમઇ સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં એમએસએમઈ સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ યુગાન્ડા ના હાઈ કમિશનર ની ટીમ ને ગુજરાતના એમ એસ એમ ઇ કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. ખાસ કરીને ગુજરાત માં એમ એસ એમ ઇ માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે તેના વિશે તેમજ એમએસએમઇ સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.

વિજયભાઈ રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારતના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.
ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, એમએસએમઇ કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષ બિના એમ.ડી નિલમરાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ આવેલ ડેલિગેશન દ્વારા વિવિધ 15 જેટલા એકમોની મુલાકાત કરવામાં આવી હતી અને 15થી વધુ કંપનીઓ સાથે વ્યક્તિગત મિટિંગ કરેલ અને ઉત્પાદન પ્રક્રિયા નિહાળેલ તેજ પ્રમાણે અમદાવાદ ખાતે પણ ડેલિગેશન દ્વારા અલગ અલગ 10 કંપનીઓની મુલાકાત કરવામાં આવી રહેલ છે અને લગભગ 30 જેટલા બિઝનેસમેન સાથે વ્યક્તિગત મિટિંગો કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં યુગાન્ડાના લગભગ 35 જેટલા લોકોનું એક પ્રતિનિધિ મંડળ રાજકોટની મુલાકાતે આવશે. તદુપરાંત મલાવી દેશના પાર્લામેન્ટના ડેપ્યુટી સ્પીકર કાઝોમ્બો પણ એક વ્યાપારીઓનું ડેલિગેશન લઇને રાજકોટ આવવાનું આયોજન કરી રહેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular