Friday, January 3, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં વીજશોક લાગવાથી બે યુવાનોના મોત

દ્વારકા જિલ્લામાં વીજશોક લાગવાથી બે યુવાનોના મોત

- Advertisement -

દ્વારકા જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં વીજશોક લાગવાથી બે વ્યકિતના મૃત્યુ નિપજયાં છે. ખંભાળિયાના વિરમદળ ગામે વીજ પોલને અડકી જતાં કરંટ લાગવાથી યુવાનનું મોત થયું છે. તો બીજી તરફ કલ્યાણપુરના પ્રેમસર ગામે ટીસી પર ડાયા ચેક કરવા ગયેલાં યુવાનને વીજ આંચકો લાગતાં તેનું મૃત્યુ નિપજયું છે.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના પ્રેમસર ગામે રહેતા સામતભાઈ રામદેભાઈ ગોજીયા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 27 એપ્રિલના રોજ વાડીમાં આવેલા કુવા પાસેના ટીસી ઉપર લગાવેલા ડાયા ચેક કરવા જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેથી ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર કેવલભાઈ સામતભાઈ ગોજીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા અરજણભાઈ વેજાણંદભાઈ પિંડારિયા નામના યુવાન શનિવારે કુદરતી હાજતે ગયા હતા, ત્યારે તેઓ અકસ્માતે એક વીજપોલને અટકી જતા તેમને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર ધર્મેશભાઈ અરજણભાઈ પિંડારિયાએ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular