Saturday, January 17, 2026
Homeવિડિઓદ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા

દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો તણાયા

યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો ગોમતી નદીના પાણીમાં ડુબ્યા લાગ્યા બાદ આ બંનેને સ્થાનિકો તરવૈયાઓએ બચાવી લીધા હતા.

- Advertisement -

દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીનું સ્નાનનું પણ અનેરૂ મહત્વ હોય, ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરે છે.

આ બનાવની વિગત મુજબ ગઇકાલે રવિવારના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોના ભારે ઘસારા વચ્ચે ગોમતી નદીમાં બે યુવકો તણાયા હતા. યુવાનો તણાંતા થોડો સમય ભારે દોડધામ સર્જાઇ હતી. ન્હાવા પડેલ બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબતા સ્થાનિક તરવૈયાઓ મીર અલ્તાફ તેમજ કાયાભા તાકીદે પાણીમાં કુદી પડ્યા હતા અને ડૂબતા યુવકોને ડૂબતા બચાવી લેવાયા હતા. બહારથી આવતા યાત્રીકોને ગોમતી નદીમાં નાહવા માટેનો અને ઉત્સાહ હોય છે. ત્યારે પાણી ઊંડા હોવાની બાબતે યાત્રિકો અજાણ હોય આવી ઘટના સર્જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular