Friday, December 13, 2024
Homeઆંતરરાષ્ટ્રીયજામનગરના બે યુવકો યુક્રેનના ખેરસનમાં ફસાયા, જુઓ તેમની વેદનાનો વિડીઓ

જામનગરના બે યુવકો યુક્રેનના ખેરસનમાં ફસાયા, જુઓ તેમની વેદનાનો વિડીઓ

ખેરસન પર રશિયાનો કબ્જો

- Advertisement -

જામનગરના બે યુવકો યુક્રેનના ખેરસનમાં ફસાયા છે. ખેરસન સીટીમાં રશિયાએ કબ્જો કરી લીધો છે. તેવામાં જામગનરના બે યુવાનો મિલનભાઈ દોમડિયા અને કાલાવડના વિવેકભાઈ વાદી ખેરસનમાં ફસાયા છે. તેમની પાસે પૈસા નથી કે જમવાનું નથી અને બહાર પણ નીકળી શકતા ન હોય સોશિયલ મીડિયા મારફતે મદદ માંગી છે.

- Advertisement -

યુવકનો વિડીઓ પણ સામે આવ્યો છે જેમાં તેઓએ ઈન્ડીયન એમ્બસીનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ બોર્ડર સુધી પહોચી જવા જણાવ્યું છે. બન્ને યુવકો જ્યાં છે ત્યાંથી રોમાનિયા બોર્ડર 750 કિમી થાય છે. કોઈ વાહન પણ ન મળતા મિલનભાઈ અને વિવેકભાઈ ત્યાં ફસાયા છે. અને તંત્ર પાસે મદદની અપીલ કરી રહ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular