Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉનના બે વર્ષ : કોરોના મહામારીએ બદલી નાખ્યું આપણું જીવન

લોકડાઉનના બે વર્ષ : કોરોના મહામારીએ બદલી નાખ્યું આપણું જીવન

- Advertisement -

હોસ્પિટલોની બહાર પીડાતા દર્દીઓ, ઓકિસજન માટે લડતા, વહીવટીતંત્રની લાચારી, સ્મશાનમાં સળગતી ચિતાઓ અને લાશોથી ભરેલા ઘાટો રોગચાળાની ભયાનકતાના સાક્ષી હતા. આ એ સમય હતો જયારે સૌથી મોટો માણસ લાચાર હતો અને સરકારમાં બેઠેલા લોકો પણ ઘૂંટણિયે પડી ગયા હતા. પ્રથમ તરંગ 3 માર્ચ 2020 ના રોજ શરૂ થયું અને 16 સપ્ટેમ્બર 2020 ના રોજ ટોચ પર પહોંચ્યું. એટલે કે આ તરંગને ટોચ પર પહોંચવામાં લગભગ 200 દિવસ લાગ્યા હતા.

- Advertisement -

મોટા ભાગનું સ્થળાંતર આ મોજામાં થયું હતું. આ મોજામાં બીજા મોજાની સરખામણીમાં મૃત્યુ ઓછા થયા હતા, પરંતુ લોકોની સામે રોજગારનું મોટું સંકટ ઊભું થયું હતું. ન જાણે કેટલા લોકો પરિવાર સાથે બેગ પેક કરીને પગપાળા રસ્તા પર નીકળી પડ્યા. બીજી તરંગે એપ્રિલ અને મે 2021માં સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ દરમિયાન નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી હતી જેથી આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ રહી શકે. તેની ટોચ ઓગસ્ટમાં જ આવી હતી. જો કે આ તરંગમાં ચેપનો દર સૌથી વધુ હતો અને સૌથી વધુ મૃત્યુ પણ બીજા મોજામાં જ થયા હતા. જયારે પ્રથમ મોજું શહેરોમાં જ તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે બીજા મોજામાં ગામડાઓમાં પણ મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular