જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી સિટી સી પોલીસે બે શખ્સોને વર્લીમટકાના આંકડા લખતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર સિટી સી પોલીસના હેકો ફૈઝલ ચાવડા, પો.કો. ખીમશીભાઈ ડાંગરને એમ્યુઝમેન્ટ પાર્ક પાસે બે શખ્સો જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ સિટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર અને હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન વિનોદ સોહન ખોરવાલ તથા કામીલ ફીરોજ ખફી નામના બે શખ્સોને રૂા.10,650 ની રોકડ તથા વર્લીમટકાના સાહિત્ય સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.