જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં મોબાઇલ પોઇન્ટ નામની દુકાનથી ટાઉન તરફ જતાં રસ્તા પર ફીટ કરવામાં આવેલ લોખંડની ગ્રીલની ચોરીના ગુન્હામાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડ દ્વારા બે યુવતિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ બનાવની મળતી માહિત અનુસાર ગત્ તારીખ 27/06/2021ના રાત્રીના સમયે બેડીનાકા પાસે મોબાઇલ પોઇન્ટ નામની દુકાનથી ટાઉનહોલ તરફ જતાં રસ્તા પર લોખંડની ગ્રીલના વચ્ચેના ભાગેથી લોખંડની ગ્રીલનો અમુક ભાગ ચોરી થયો હતો. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના હેકો.ને મળેલ બાતમીને આધારે મુળ કુબલિયાપરા શેરી.નં.5 રાજકોટ હાલ ટાઉનહોલ ભીડભંજન મહાદેવ મંદિર સામે ફુટપાથ પર રહેતાં લક્ષ્મીબેન વિજયભાઇ સોલંકી તથા મૂળ ખંઢેરા તાલુકો કાલાવડના અનસુયાબેન અજયભાઇ પરમારને ચોરી થયેલ 15,000ની કિંમતના લોખંડના ગ્રીલના ટુકડાં આસરે 300 કિલોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતાં. તેમજ તપાસ દરમ્યાન આ બંન્ને આરોપી મહિલાઓએ અન્ય મહિલા શારદાબેન મુકેશભાઇ પરમાર સાથે મળી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યવાહી પીઆઇ કે.એલ.ગાધે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા,રાજેશભાઇ વૈદર, રવિરાજસિંહ જાડેજા, ફૈઝલભાઈ ચાવડા, જગદીશભાઈ મકવાણા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી,યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.