દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.એસ. ચૌહાણની ટીમ દ્વારા શનિવારે ગેરકાયદેસર રીતે થતી ખનીજચોરી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી ગેરકાયદેસર રીતે બોકસાઈટ (ખનીજ)ના જથ્થાનું અનઅધિકૃત રીતે ખનન કરી અને પરિવહન કરતા જી.જે. 10 ટીવી 7788 અને જી.જે. 37 ટી 9324 નંબરના બે ડમ્પરોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ડમ્પરના ચાલક કાનજી પરબત ખાણધર (રહે. જામ ગઢકા, તા. કલ્યાણપુર) અને વિજય મગનલાલ ગોંડલીયા (રહે. ભાડથર, તા. ખંભાળિયા) નામના બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
View this post on Instagram
આ પ્રકરણમાં ગેરકાયદેસર રીતે બોકસાઈટનું પરિવહન કરનાર સંચાલક અને આ જથ્થાને વહન કરનાર ટ્રાન્સપોર્ટર વિગેરે સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.


