જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી નજીક ટ્રાવેલ્સની ઓફિસ બહારથી રૂપિયા 1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન તથા ટેબ્લેટનું પાર્સલ ચોરીના બનાવમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ગુનો નોંધી ચોરીના બનાવમાં બે તસ્કરોને ચોરાઉ મુદામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram
આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં મેહુલનગર એક્સચેન્જની સામે, કૃષ્ણનગર શેરી નંબર બેમાં રહેતાં મયૂરભાઇ જેઠાભાઇ પોસ્તરિયાએ સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુરૂદ્વારા ચોકડીથી આગળ આવેલ સેન્ટર પોઇન્ટમાં જય દ્વારકાધિશ ટ્રાવેલ્સની ઓફિસની બહારથી ગત્ તા. 01 જૂનના સવારે સાડા ચારથી દસ વાગ્યા સુધીના અરસામાં મોબાઇલ અને ટેબ્લેટના પાર્સલની ચોરી થઇ છે. જેમાં રૂા. રર હજારની કિંમતનો ઓપ્પો કંપનીનો એફ 29 પ્રો, રૂા. 12 હજારની કિંમતનો ઓપ્પો એ 5 પ્રો, ઓપ્પો કંપનીનો રૂા. 12 હજારની કિંમતનો એ5 પ્રો, રૂા. 7500ની કિંમતના લેનોવો કંપનીના ત્રણ નંગ ટેબ્લેટ, રૂા. 14 હજારની કિંમતના વિવો કંપનીના વાય19 મોડેલના બે નંગ મોબાઇલ ફોન, રૂા. 27 હજારની કિંમતના રીઅલમી કંપનીના પી3એક્સ મોડેલના ત્રણ ફોન, રૂા. 14 હજારની કિંમતનો મોટોરોલા કંપનીનો જી85 મોડેલનો મોબાઇલ ફોન, રૂા. 10 હજારની કિંમતના ટેકનો કંપનીના ગો1 મોડેલ કંપનીના બે ફોન સહિત કુલ રૂા. 1,18,500ની કિંમતના 14 નંગ મોબાઇલ ફોન અને ટેબ્લેટનું પાર્સલ ચોરી થયાના બનાવમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની હે.કો. સંજયભાઇ પરમાર, પો.કો. કલ્પેશભાઇ અઘારા, જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. પી. ઝા, પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, હે.કો. દશરથસિંહ પરમાર, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, વિપુલભાઇ ગઢવી સહિતના સ્ટાફે બેડેશ્ર્વર પુલ નીચેથી શનિ જગદિશ સરવૈયા (ઉ.વ. 29, રહે. નવાગામ ઘેડ), વિક્રમ ઉર્ફે રોટી (ઉ.વ.25, રહે. નવાગામ) નામના બન્ને શખ્સોને દબોચી લઇ ટ ટ્રાવેલ્સની ઓફિસમાંથી ચોરી કરેલા 14 મોબાઇલ ફોન અને ટેબ્લેટ મળી કુલ રૂપિયા 1,18,500નો મુદામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો હતો.


