Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ધોળે દિવસે ચીલઝડપ કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

જામનગરમાંથી ધોળે દિવસે ચીલઝડપ કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

- Advertisement -

જામનગર શહેરના ઓશવાળ સોસાયટી વિસ્તારમાંથી પસાર થતા વૃધ્ધાના ગળામાં પહેરેલ સોનાના ચેઈનની ચીલઝડપના બનાવમાં એલસીબીએ બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ સોસાયટી વિસ્તારમાં રહેતા શાંતાબેન પાંભર નામના વૃધ્ધા ગત તા.7 ના રોજ બપોરના સમયે તેના ઘર પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વૃધ્ધાએ ગળામાં પહેરેલ રૂા.50 હજારની કિંમતના સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાશી ગયા હતાં તેમજ બનાવના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જા કર્યા હતાં અને આ સીસીટીવી ફૂટેજના આધારે એલસીબીના દિલીપ તલાવડિયા અને સીટી સી ના યુવરાજસિંહ ઝાલાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ એસ.એસ. નિનામા તથા સ્ટાફે સમર્પણ સર્કલ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં પસાર થતા હિરેન ધનજી રાઠોડ અને લકકી લોરેન્સ ડીસોજા નામના બે શખ્સોને ઝડપી લઇ બાઈક કબ્જે કરી હતી.

દરમિયાન બન્ને આરોપીઓએ અગાઉ પણ ચીલઝડપ કરી છે કે કેમ ? તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી અને દરમિયાન લકકી લોરેન્સ ડીસોજા નામનો શખ્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કોરિયોગ્રાફર રેમો ડીસોજાના નજીકના સંબંધમાં હોવાનું જાણવા મળે છે. એલસીબીની ટીમે બન્ને આરોપીઓની ધરપકડ કરી સીટી સી ડીવીઝનને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular