દેવભૂમિ દ્વારકા જિલ્લાની રીડર શાખામાં ફરજ બજાવતા એક એએસઆઈ તથા એક હેડ કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરતો હુકમ જારી કરાયો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની રીડર શાખામાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કમલેશભાઈ રામજીભાઈ શેખવા તથા હેડ કોસ્ટેબલ દેવિયાભાઈ ટપુભાઈ ગઢવી નામના બે પોલીસ કર્મીઓ દ્વારા તેઓની હાજરી સંદર્ભે ફરજમાં બેદરકારી હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ અંગે આકરું વલણ અખત્યાર કરી, આ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સાથે પોલીસ સ્ટાફમાં પણ ફરજપાલન અને નિયમિતતા જળવાય તે બાબત માટે જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે છે.