જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં નવા આવાસ પાછળથી પોલીસે રેઈડ દરમિયાન દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના દિગ્વીજય પ્લોટ 49 માં રહેતાં શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન પોલીસે 16 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાંથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં લાલવાડી નવા આવાસ પાછળથી પસાર થતા ભરત માવજી ગુજરાતી નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.12 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી ભરતની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટમાં મોડપીર દાદાના મંદિર પાછળ રહેતા દિનેશ ઉર્ફે દિનીયો બકાલી વસંત ભદ્રાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસ લેતા મકાનમાંથી રૂા.8000 ની કિંમતની દારૂની 16 બોટલો મળી આવતા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો અને દિનીયાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં શકિતનગર શેરી નં.1 માંથી જીજે-10-ડીડી-6277 નંબરના બાઈક પરથી પસાર થતા દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવરાજ અભેરાજસિંહ વાઢેર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000 ની કિંમતની દારૂની 12 બોટલો મળી આવતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે દારૂ અને રૂા.30000 ની કિંમતનું બાઇક મળી કુલ રૂા.36,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.