જામનગર તાલુકાના લાખાબાવળ ગામના નવા પ્લોટ વિસ્તારમાંથી પંચકોશી બી પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી 28 બોટલ દારૂ અને 64 નંગ ચપલા સહિત રૂા.25860 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવાળ ગામના નવા પ્લોટ વિસ્તારમાં દારૂનો જથ્થો હોવાની હેકો હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પંચકોષી બી ડીવીઝનના પીએસઆઈ એમ.એ. મોરી, નિર્મળસિંહ જાડેજા, હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, મહાવીરસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દિનેશ લક્ષ્મણભાઈ બથવાર અને અનિલ પ્રવિણ કંટારીયા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25,860 ની કિંમતની દારૂની 28 બોટલ અને 64 નંગ ચપલા મળી આવતા પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.