Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા દાત્રાણા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસો ઝડપાયા, એકની શોધખોળ

ખંભાળિયા દાત્રાણા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખસો ઝડપાયા, એકની શોધખોળ

ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂની 70 બાટલી સાથે બે શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં રાણ ગામના એક ગઢવી શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે એક પડતર મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 28 હજારની કિંમતની 70 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે આ જ ગામના મહેશ સવદાસ ચાવડા (ઉ.વ. 21) અને કલ્યાણપુર તાલુકાના સીદસરા ગામના હરદીપસિંહ દોલુભા જાડેજા (ઉ.વ. 26) નામના બે શખ્સોને દબોચી લીધા હતા.
આ પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામના હેમુ ઉર્ફે હેમત ગઢવી નામના શખ્સનું પણ નામ ખુલતા ખંભાળિયા પોલીસે ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ જે.એમ. ચાવડાની સુચના મુજબ હેડ કોસ્ટેબલ મશરીભાઈ ભારવાડિયા, બોઘાભાઈ કેસરિયા, દેવશીભાઈ, લાખાભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular