જામનગરના ગોકુલનગર રડાર રોડ પરથી બાઈક પર પસાર બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.14,850 ની કિંમતની 45 કવાટર દારૂ મળી આવતા પોલીસે બાઇક સહિત રૂા.39,850 નો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેના ગોકુલનગર રડાર રોડ પરથી શુક્રવારે રાત્રિના સમયે જીજે-10-ડીબી-0410 નંબરની બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસી લેતા ભરત ધના રાઠોડ, અજયસિંહ દેવુભા જાડેજા નામના બે શખ્સોના કબ્જામાંથી રૂા.14,850 ની કિંમતની 45 કવાટર દારૂ મળી આવતા પોલીસે રૂા.25 હજારની કિંમતની બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.39,850 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો નિર્મલ ભાટ્ટી નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.