જામનગર સીટી એ ડીવીઝન પોલીસે બે શખ્સોને રૂા.56,500 ની કિંમતના 19 ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, સીટી એ ના પો.કો. રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી તથા હેકો શૈલેષભાઈ ઠાકરીયાને જામનગરના રણજીતસાગર રોડ, કિર્તી પાન પાસે બે શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન વેંચવાની પેરવી કરી રહ્યા હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, તથા પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એસ.વાળા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન સંજય ઉર્ફે કારો ભીમજી મકવાણા, તથા અજય ઉર્ફે અજલો રાજેશ થાપલીયા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમના કબ્જામાંથી રૂા.56,500 ની કિંમતના અલગ અલગ કંપનીના 19 નંગ મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.