જામજોધપુરમાં લીમડા ચોક વિસ્તારમાં જાહેરમાં 20-20 ક્રિકેટ વર્લ્ડકપના સેમીફાઇનલ મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતાં બે શખ્સોને રેઇડ દરમ્યાન પોલીસે રૂા.13,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની વિગત મુજબ જામજોધપુર ગામમાં આવેલાં લીમડા ચોક વિસ્તારમાં બુધવારે સાંજના સમયે અબુધાબીમાં રમાતી 20-20 ક્રિકેટ વર્લ્ડકપની ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચના જીંવત પ્રસારણ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસ રેઇડ દરમ્યાન રફીક કાદર કટારીયા અને લિયાકત અહમદ રઝાખાન નામના બે શખ્સોને રૂા.7,500ની રોકડ અને રૂા.5,500ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.13,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં ઇકબાલ ઉમર સમા અને હેમંતભાઇ નામના બે શખ્સોને સંડોવણી ખુલતાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.