Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

એલસીબી દ્વારા રેઈડ દરમિયાન રૂા.38,500 નો મુદ્દામાલ કબ્જે : કપાત લેનાર સહિત ત્રણના નામો ખુલ્યા

- Advertisement -

જામનગર શહેરના મોમાઇનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં રવિવારે 20-20 ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતા બે શખ્સોને એલસીબીની ટીમે રૂા.38,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં મોમાઈનગર શેરી નં.5 માં રહેણાંક મકાનમાં બલરાજસિંહ બહાદુરસિંહ જાડેજા ઓસ્ટે્રલિયામાં રમાતા 20-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં હારજીતના ભાવો લઇ ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની એલસીબીના અજયસિંહ ઝાલા અને દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ બી.એન.ચૌધરી, પીએસઆઈ આર.બી.ગોજિયા, આર.કે.કરમટા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, અજયસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન બલરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરેન જાનકીદાસ રામાવત નામના બે શખ્સોને રૂા.15 હજારની રોકડ, મોબાઇલ ફોન, લેપટોપ અને ક્રિકેટ ડબ્બાના સાહિત્ય સહિત રૂા.38,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા રાઠોડ એલ.ડી. રાજકોટ, આરવ રહે. અમદાવાદ અને અશ્ર્વિનભાઈ જામનગરના નામો ખુલતા પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular