Sunday, December 22, 2024
Homeરાજ્યમોબાઈલમાં લુડો ગેમ મારફતે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોબાઈલમાં લુડો ગેમ મારફતે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

- Advertisement -

ખંભાળિયાના જલારામ મંદિર વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો એપ ડાઉનલોડ કરી, પૈસાની હારજીત કરી રહેલા અનિલ ઉર્ફે ડાયાભાઈ જેન્તીભાઈ પોપટ અને ડાડુ પાલાભાઈ ધારાણી નામના બે શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,820 રોકડા સહિત કુલ રૂ.15,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ બ્રાંચના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, દેવશીભાઇ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular